School Reopen 15 July



શાળા પુનઃ શરૂ
ગુજરાતમાં સ્કૂલો, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાનો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષ સ્થાને કોર કમિટી મળી હતી. આ કોર કમિટીનો મહત્વપૂર્ણ નિર્ણય પસાર કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાં તા. ૧૫મી જુલાઇ ૨૦૨૧ ગુરુવારથી ધો. ૧૨ના વર્ગો, પોલિટેકનીક સંસ્થાનો અને કોલેજ ૫૦% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. આવી સંસ્થાઓમાં વિદ્યાર્થિઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાના ગતિ દિનપ્રતિદીન મંદ પડી રહી છે ત્યારે રાજ્ય સરકારે નિયંત્રણોને વધુ હળવા કર્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ ગઈકાલે જ વધુ શહેરોને રાત્રી કરફ્યુમાંથી મુક્તિ આપી છે જયારે અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં રાત્રી કરફયુ યથાવત રાખ્યો છે.

  • સીએમની કોર કમિટીમાં લેવાયા મોટા નિર્ણયો
  • ધોરણ 12ના વર્ગો 50 ટકાની ક્ષમતા સાથે ખુલશે
  • પોલીટેકનિક સંસ્થાઓ પણ કોરોના ગાઈડલાઈનથી ખોલવાનો નિર્ણય
  • શાળાઓમાં છાત્રોની હાજરી મરજિયાત રહેશે
  • વાલીઓની સંમતિ એ જરૂરી રહેશે
  • રાજ્યમાં 15મી જુલાઈથી ખૂલી રહી છે શાળાઓ
મહત્વની વાત એછે કે, કોરોનાએ વિદાય લેતાં સરકારે કોચિંગ અને ટયુશન કલાસિસોને 50 ટકાની ક્ષમતા સાથે છૂટ આપી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં ય અત્યાર સુધી 100 વ્યક્તિને છૂટ અપાઇ હતી તેમાં વધારો કરી હવે 150 જણાં જઇ શકે તેવી મંજૂરી આપી છે. રાજ્ય સરકારના આ નવા નિયમોનો તા.10મી જુલાઇથી અમલ થશે.
કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.