વ્હાલી દિકરી યોજના
ગુજરાત રાજ્યના
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દિકરીઓના જન્મનું પ્રમાણ વધારવાના હેતુથી
‘વ્હાલી દિકરી યોજના’ ની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત આ યોજનાનો ઉદ્દેશ
દિકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનો, દિકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી
સશક્તિકરણ કરવાનો અને બાળલગ્ન અટકાવવાનો પણ છે.
વ્હાલી દિકરી
યોજનાનું અરજી પત્રક આંગણવાડી કેન્દ્ર, ગ્રામ પંચાયત, સીડીપીઓ (ICDS) કચેરી અથવા જિલ્લા મહિલા અને બાળ
અધિકારશ્રીની કચેરી ખાતેથી વિના મુલ્યે મળશે.
અરજી કરવાની સમયમર્યાદા:
તા: ૦૨-૦૮-૨૦૧૯ બાદ જન્મેલ દિકરીઓના કુટુંબીજનો દ્વારા દિકરી જન્મના એક વર્ષની સમય મર્યાદામાં નિયત નમૂનામાં આધાર પુરાવા સહીત અરજી કરવાની રહેશે.
લાભાર્થીની પાત્રતા:
* તા: ૦૨-૦૮-૨૦૧૯ કે ત્યાર બાદ જન્મેલ દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
* દંપતિની વધુમાં વધુ બે દિકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
* દંપતિની પ્રથમ અને દ્વિતીય દિકરી બન્નેને લાભ મળવાપાત્ર થશે. પરંતુ દ્વિતીય
દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
* પ્રથમ દિકરો અને બીજી દિકરી હોય તો બીજી દિકરીને સહાય મળવાપાત્ર થશે. પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
* પ્રથમ દિકરો અને બીજી બન્ને દિકરી (જોડીયા) કે તેથી વધુ એક સાથે જન્માવના
અપવાદરૂપ કિસ્સામાં તમામ દિકરીઓને ‘વ્હાલી દિકરી યોજના’ નો લાભ મળવાપાત્ર થશે.
પરંતુ દ્વિતીય દિકરી પછી દંપતિએ સંતતિ નિયમનનું ઓપરેશન કરાવેલું હોવું જોઈએ.
* દિકરીના જન્મ સમયે માતાની ઉમર ૧૮ કે તેથી વધુ વર્ષ હોવી જોઈએ.
આવક મર્યાદા:
* ‘વ્હાલી દિકરી યોજના’ અંતર્ગત લાભ મેળવવા માંગતા દંપતિની (પતિ-પત્નીની
સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સામાન રૂ.
૨,૦૦,૦૦૦/- કે તેથી ઓછી હોવી જોઈએ. આવક મર્યાદાની પાત્રતા લાભાર્થીના જન્મના તરત
આગળના ૩૧મી માર્ચના રોજ પૂર્ણ થતાં વર્ષના સંદર્ભમાં લક્ષમાં લેવાની રહેશે.
મળવા પાત્ર લાભ:
* પ્રથમ હપ્તો: દિકરીને પહેલાં
ધોરણમાં પ્રવેશ વખતે રૂ. ૪,૦૦૦/- મળવાપાત્ર થશે.
* બીજો હપ્તો: નાવમાં ધોરણમાં
પ્રવેશ વખતે રૂ. ૬,૦૦૦/- ની સહાય મળવાપાત્ર થશે.
* છેલ્લો હપ્તો: ૧૮ વર્ષની ઉમરે ઉચ્ચ
શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ રૂ. ૧,૦૦,૦૦૦/- સહાય મળવાપાત્ર થશે. પરંતુ દિકરીના
બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.
અરજી ફોર્મનો નમુનો: