ધો. ૧૦માં ગણિત માટે બે વિકલ્પો
ગુજરાત માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ 10માં વિદ્યાર્થીઓએ કુલ સાત વિષયનો અભ્યાસ કરવાનો હોય છે; જેમાં ત્રણ ભાષાઓ
અને ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો ફરજીયાત હોય છે. સાતમા વિષય તરીકે
વૈકલ્પિક વિષયો હોય છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી વિજ્ઞાન
પ્રવાહમાં જવા માંગતા નથી તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ 10 માં ગણિત વિષયમાં અનુત્તીર્ણ
થવાને કારણે આગળનો અભ્યાસ કરી શકતા નથી. આવા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસની તક મળવી
જોઈએ.
રાષ્ટ્રીય શિક્ષણ
નીતિ-2020 માં ગણિત જેવા વિષયોમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકનમાં બે
વિકલ્પો આપવાની બાબત દર્શાવેલ છે. વ્યવસ્થિત માહિતી માટે કેતનસરની વેબસાઈટ જુઓ. ગુજરાત
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 ની જાહેર
પરીક્ષામાં ગણિત વિષયમાં બે પ્રકારના પ્રશ્નપત્રોનો વિકલ્પ આપવા બોર્ડ દ્વારા અને
સરકારશ્રીના સક્રિય વિચારણા હેઠળ હતી.
આ પદ્ધતિનો અમલ
શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ થી કરવાનો રહેશે. ધો. ૧૦ નું ગણિતનું પાઠ્યપુસ્તક તો
એકસરખું જ રહેશે. શાળા કક્ષાએ કે વર્ગખંડ કક્ષાએ આ અંગેની શૈક્ષણિક પદ્ધતિમાં કોઈ
ફેરફાર કરવાનો રહેશે નહી.
ધો. ૧૦ પછી
વિજ્ઞાન પ્રવાહ્નમાં જવા માંગતા નથી તેવા વિદ્યાર્થીઓ પણ ધો. ૧૦માં ગણિત વિષયમાં
અનુંત્તિર્ણ થવાને કારણે આગળનો અભ્યાસ કરી શકતા નથી. આવાં વિદ્યાર્થીઓને આગળ
અભ્યાસની તક મળશે.
ઓફિસીઅલ પરિપત્ર (તા:૧૪-૦૭-૨૦૨૧)
===================
૨૦૧૯માં શું થયું હતું તે જાણવા ફોટોલિંક પર
ક્લિક કરો
ત્યારે ધો. ૧૦ની પરીક્ષા ઓપ્શનલ રાખવાની પણ વાત
આવી હતી
ઉપરના ફોટો પર ક્લિક કરી૨૦૧૯ની ચર્ચાની સંપુર્ણ માહિતી મેળવો