સ્ક્રેપ પોલીસી
કચરામાંથી કંચન બનાવતી સ્ક્રેપેજ પોલિસી
પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે નવી સ્ક્રેપેજ પોલિસી, વેસ્ટ ટુ વેલ્થ- કચરામાંથી કંચનના અભિયાનની સર્ક્યુલર ઈકોનોમીની એક મહત્ત્વપૂર્ણ ચેઈન છે. આ પોલિસી દેશનાં શહેરોમાં પ્રદૂષણ છું કરવા અને પર્યાવરણની સુરક્ષા સાથે ઝડપથી વિકાસની આપણી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ પોલિસીથી સામાન્ય પરિવારોને દરેક પ્રકારના લાભ થશે.
સ્ક્રેપેજ પોલિસી
શું છે?
આ પોલિસીમાં 15 અને 20 વર્ષ જૂની ગાડીઓને સ્ક્રેપમાં આપવી પડશે. કોમર્શિયલ ગાડીઓને 15 વર્ષ પછી અને પ્રાઈવેટ વાહનોને 20 વર્ષ પછી સ્ક્રેપ જાહેર કરવામાં આવશે. આટલા સમય પછી કારનું રજિસ્ટ્રેશન પણ રદ થઈ જશે. આ સંજોગોમાં એને સ્ક્રેપમાં આપવા સિવાય અન્ય કોઈ વિકલ્પ પણ બાકી રહેશે નહીં. આ પોલિસીને કારણે કાર-માલિકને કેશની સાથે સરકાર તરફથી નવી કાર ખરીદવામાં સબસિડી પણ મળશે.
તમારી જૂની કારનું શું થશે?
સ્ક્રેપેજ પોલિસીમાં 15 વર્ષ જૂની ગાડીઓને સડક પરથી હટાવવાની જોગવાઈ સમાપ્ત કરી દેવામાં આવી છે, પરંતુ એવી ગાડીઓને ચલાવવા માટે દર વર્ષે ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે. આ સાથે જ રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવાની ફીને વધારીને બેથી ત્રણ ગણી કરી દેવાઈ છે, જેનાથી વાહનમાલિકને જૂની ગાડીઓને વેચીને નવી ગાડી ખરીદવા માટે આકર્ષિત કરશે.
જૂની ગાડી સ્ક્રેપમાં નહીં આપો તો શું થાય?
સ્ક્રેપેજ પોલિસીમાં જૂની કારને ફરીથી રજિસ્ટ્રેશન માટે 15,000 રૂપિયા સુધીની ફી લેવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, કોમર્શિયલ ગાડીઓ માટે ફિટનેસ સર્ટિફિકેટને દર 6 મહિનામાં રિન્યુ કરવા અને સાથે જ ફિટનેસ સર્ટિફિકેટની ફી પણ અનેક ગણી વધારવાનો પ્રસ્તાવ છે.
કેવી રીતે ખબર પડશે કે કાર સ્ક્રેપને લાયક છે કે નહીં?
જો તમારી પાસે કાર છે અને એ 15થી 20 વર્ષ જૂની થઈ ગઈ છે. તો એને ચોક્ક્સ સમયે ઓટોમેટેડ ફિટનેસ સેન્ટર અથવા રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટીને સોંપવી પડશે. કાર ઓનરને જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે ઈન્શ્યોરન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, પેન કાર્ડ, આધાર કાર્ડ પણ દર્શાવવાં પડશે. તમારી કાર સ્ક્રેપ કરતાં અમુક કેશ પણ આપવામાં આવશે. આ પોલિસી અંતર્ગત ગાડીને એની ઉંમર જોઈને જ સ્ક્રેપ નહીં કરાય, પરંતુ તેના ફિટનેસ સર્ટિફિકેટમાં જો એ અનફિટ સાબિત થશે તોપણ એને સ્ક્રેપ કરવામાં આવશે.
કાર સ્ક્રેપ કરતા કાર-માલિકને શું ફાયદા થશે?
●કાર-માલિક
યોગ્ય સમયે એની ગાડી
સ્ક્રેપ કરાવશે તો
તેને નવી ગાડી
ખરીદવામાં રાહત આપવામાં
આવશે.
●કાર સ્ક્રેપ
થયા પછી તેના
માલિકને એક સર્ટિફિકેટ
આપવામાં આવશે. આ
સર્ટિફિકેટ નવી કાર
ખરીદતી વખતે શો-રૂમમાં દર્શાવવું
પડશે. એને કારણે
ગ્રાહકને 5 ટકા વધારાનું
ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
●આ ડિસ્કાઉન્ટ
માસિક અથવા ફેસ્ટિવલ
સીઝનમાં મળતાં ડિસ્કાઉન્ટ
કરતાં અલગ હશે.
●એ સાથે
જ ગાડીની રજિસ્ટ્રેશન
ફીમાંથી પણ છુટકારો
મળશે.
●નવા પર્સનલ વ્હીકલ ખરીદવાથી રોડ ટેક્સમાં 25 ટકાની છૂટ આપવામાં આવશે. જ્યારે કોમર્શિયલ વ્હીકલ ખરીદનારને રોડ ટેક્સમાં 15 ટકાની છૂટ આપવામાં આવશે.