ધો. ૧ થી ૫ માં ઓફલાઇન શિક્ષણ શરુ?
રાજ્યમાં ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચાર આવી
રહ્યા છે. રાજ્યમાં ધોરણ 6 થી 12 બાદ હવે ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવાને લઈને
લોકોને પ્રશ્નો થઈ રહ્યા હતા. ત્યારે તમને જણાવી દઈએ કે રાજ્યમાં બુધવારના રોજ
મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા કરી હતી. જેમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ
જણાવ્યું હતું કે ધોરણ ૧ થી ૫ ના વર્ગખંડમાં શિક્ષણ દિવાળી બાદ શરૂ કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે ધોરણ ૧ થી ૫ માં આશરે ૪૮ લાખ બાળકો હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોનું કહેવું છે. અત્રે નોંધનીય છે કે ધોરણ ૬થી ૮ અને ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ સ્કૂલમાં જઈને શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે ધોરણ ૧ થી ૫ માં અભ્યાસ કરતા બાળકો માર્ચ 2020 થી ઘરે બેઠાં જ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. આવી સ્થિતિમાં ધોરણ 6 થી 8 ના વર્ગો બીજી સપ્ટેમ્બરથી શરૂ કરાતા હવે સ્કૂલોને પુનઃ ધબકતી કરવા બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં મહત્વની ચર્ચા કરાઇ હતી. જીતુભાઈ વાઘાણીના કહેવા પ્રમાણે સ્કૂલો શરૂ કરવા માટે અમે તૈયાર છીએ એટલે કે દિવાળી બાદ હવે ધોરણ ૧ થી ૫ માં વર્ગખંડ શિક્ષણ શરૂ કરવાની વિચારણા છે. સોર્સ