ધો. ૧૦ બેઝીક ગણિત –સ્ટાન્ડર્ડ ગણિત
શૈક્ષણિક વર્ષ
૨૦૨૧-૨૨થી ધોરણ
૧૦ ગણિત
વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ
અને ગણિત બેઝીક એમ બે
પ્રકારના પ્રશ્નપત્રોના વિકલ્પો
અંગે સરકારશ્રી દ્વારા
નિર્ણય કરવામાં આવેલ
છે. ધોરણ ૧૦ નું ગણિત વિષયનું
પાઠ્યપુસ્તક એક સરખું
જ રહેશે. શાળા કક્ષાએ
કે વર્ગખંડ કક્ષાએ
આ અંગેની શૈક્ષણિક
પદ્ધતિમાં કોઈ ફેરફાર
કરવાનો રહેશે નહીં.
ધોરણ ૧૦ ના ગણિત વિષયમાં
ગણિત સ્ટાન્ડર્ડ અને
ગણિત બેઝિકના પ્રશ્નપત્ર
અલગ-અલગ રહેશે.
બંને પ્રકારના પરિરૂપમાં
પ્રકરણ ગુણભાર, પ્રશ્નોના પ્રકાર
પ્રમાણે ગુણભાર તેમજ
હેતુઓ પ્રમાણે ગુણભાર
અલગ-અલગ રાખવાના
રહેશે.
શૈક્ષણિક વર્ષ
૨૦૧૯-૨૦થી અમલી બનેલ
પરીક્ષા પદ્ધતિ મુજબ
ધોરણ ૧૦ ગણિત વિષયનું પ્રશ્નપત્ર
પરિરૂપ, ગુણભાર, બ્લુપ્રિન્ટ અને
નમૂનાનું પ્રશ્નપત્ર તમામ
જીલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓની કચેરીઓને તેમજ તમામ
શાળાઓને જાણ તથા
અમલ સારું મોકલી
આપવામાં આવેલ છે.
ધોરણ ૧૦ ગણિત વિષયનું
પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લુપ્રિન્ટ અને
નમૂનાનું પ્રશ્નપત્ર શૈક્ષણિક
વર્ષ ૨૦૨૧થી ધોરણ
૧૦ ની પરીક્ષા માટે
ગણિત વિષયમાં ગણિત
સ્ટાન્ડર્ડ તરીકે ગણવાની
રહેશે.
ગુજરાત માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિક
શિક્ષણ બોર્ડ દ્વારા
શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨થી ધોરણ ૧૦ ની પરીક્ષા
માટે ગણિત વિષયમાં
ગણિત બેઝિક માટે
પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર, બ્લુપ્રિન્ટ અને
નમૂનાનું પ્રશ્નપત્ર તજજ્ઞો
દ્વારા તૈયાર કરવામાં
આવેલ છે.