VVM 2021



વિદ્યાર્થી વિજ્ઞાન મંથન

બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ-રુચિ કેળવાય તેમજ વિજ્ઞાન ક્ષેત્રે ભારતીય વૈજ્ઞાનિકોના યોગદાનથી માહિતગાર થાય તે હેતુથી દેશની શિક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થાઓ દ્વારા ધો. ૬ થી ૧૧ના વિદ્યાર્થીઓ માટે સમગ્ર રાષ્ટ્રવ્યાપી સાયન્સ ટેલેન્ટ સર્ચ એક્ઝામ ‘વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (VVM) ૨૦૨૦-૨૧’ નું આયોજન કરેલ છે. આ મહત્વપૂર્ણ વિજ્ઞાન પ્રવૃત્તિમાં દેશભરની અનેક શાળાઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાઈ રહી છે. આપણી શાળાના બાળકો આ પ્રવૃત્તિથી અજાણ ન રહે તેમાં ભાગ લેવાની તક મેળવી શકે તે માટે તેમને માહિતગાર કરવા અને બાળકો મોટી સંખ્યામાં જોડાય તે માટે પ્રેરિત કરવા.

વિજ્ઞાન ભારતી તેમજ વિજ્ઞાન પ્રસાર (Dept. of Sci. Tech., New Delhi) અને NCERT (રાષ્ટ્રીય શિક્ષણ મંત્રાલય) યોજિત વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રવ્યાપી સાયન્સ ટેલેન્ટ સર્ચ એક્ઝામ VVM ઓનલાઈન લેવામાં આવશે. જેની વિગતો નીચે મુજબ છે.

ધો. ૬ થી ૧૧

કુલ પેપેર : ૦૧

કુલ માર્ક્સ : ૧૦૦

સમય : ૯૦ મિનિટ

પરીક્ષાનું માધ્યમ : ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કે ૧૦ ભારતીય ભાષાઓ પૈકી કોઈ એક ભાષા

રજીસ્ટ્રેશન ની આખર તારીખ: ૩૧-૧૦-૨૦૨૧

પરીક્ષા ફી : રૂ. ૧૦૦/-

રજીસ્ટ્રેશન/પરીક્ષા ફોર્મ માટેની લિંક : Click Here

પરીક્ષાની તારીખ: ૩૦-૧૧-૨૦૨૧ અથવા ૦૫-૧૨-૨૦૨૧ બે માંથી કોઇપણ એક દિવસ

નોંધ: પરીક્ષા સવારે ૧૦ થી રાત્રે ૮ સુધી ઓનલાઈન શાળા કે ઘેરથી આપી શકાશે.

૫૦ માર્ક્સ

ધો. ૬ થી ૧૧ ના ગણિત વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી

૨૦ માર્ક્સ

ભારતમાં વિજ્ઞાનનો ફાળો

૨૦ માર્ક્સ

આચાર્ય પ્રફુલચંદ રાયનું જીવન દર્શન તેમજ ભારતીય સ્વતંત્ર સંગ્રામ અને વિજ્ઞાન

૧૦ માર્ક્સ

તર્ક અને સામાન્ય જ્ઞાન

ઇનામ અને પુરસ્કાર :

શાળા/જિલ્લા કક્ષાના રેન્કર્સ સ્ટેટ, ઝોન અને નેશનલ લેવલે ભાગ લેશે.

વિજેતાઓને જુદા જુદા લેવલે પ્રમાણપત્રો, સ્મૃતિ ભેટ, રૂ. ૨,૦૦૦ થી ૨૫,૦૦૦ સુધીના રોકડ ઇનામો

ભાસ્કર સ્કોલરશીપ તેમજ ISRO, DRDO, CSIR, BARC જેવી રાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થાઓમાં ૧ થી ૩ અઠવાડિયા સુધી ઇન્ટરશીપ તાલીમમાં જોડવાની અનોખી તક મળશે.

શાળાના આચાર્ય/આયોજક શિક્ષકને પણ ડીજીટલ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે.