બોર્ડ પરીક્ષા ૨૦૨૨
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર સાથે સંકળાયેલ તમામ શાળાઓને જણાવે છે કે વર્ષ ૨૦૨૧-૨૨
ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદન પત્ર ભરવાની પ્રક્રિયા નવેમ્બર માસના આગામી
દિવસોમાં દિવાળી વેકેશન બાદ શરૂ થનાર છે. તે સંદર્ભે પરીક્ષાના આવેદનપત્રો ભરતા પહેલાં
સ્કૂલ રજીસ્ટ્રેશન અને પરીક્ષણ કાર્ય માટે ટીચર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ
કરવી ફરજીયાત છે. સ્કૂલ રજીસ્ટ્રેશન અને ટીચર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા નીચે જણાવેલ
વેબસાઇટ પર નીચે દર્શાવેલ તારીખથી શરૂ કરી શકાશે.
ચાલુ વર્ષના તમામ ધોરણના ચાલુ
વર્ગોના માધ્યમવાર વિદ્યાર્થીઓની સંખ્યા અચૂક ભરવાની રહેશે તથા નામ અને સરનામાની
ખરાઇ કરવાની રહેશે. જો તેમાં કોઈ સુધારો હોય તો સુધારાના ઓર્ડર સાથે બોર્ડની “શાળા
નિયંત્રણ શાખા”નો રૂબરૂ સંપર્ક કરવો. ચાલુ વર્ષે જે શાળાઓને નવા ઇન્ડેક્ષ નંબર
ફાળવવામાં આવ્યા છે તે શાળાઓએ તેમની ક્રમિક વર્ગની અરજી સમયે જે ઇમેલ આઇડી ભરવામાં
આવ્યું હતું તે જ ઇ-મેલ આઇડી પર પાસવર્ડ મોકલી આપવામાં આવશે. જો ઇ-મેલ આઇડી ભરવામાં
ભૂલ કરેલ હોય તો પાસવર્ડ મેળવવા માટેની રજૂઆત શાળાના લેટરપેડ પર મોકલી આપવાની
રહેશે.
બોર્ડ
પરીક્ષાના પરિણામ સુધી આ પોસ્ટ સમયાંતરે અપડેટ થતી રહેશે.
તો
આ પોસ્ટને બુકમાર્ક કરી રાખશો.
સરકાર દ્વારા પ્રકાશિત ઓફિસીઅલ માહિતી મળશે.
ઓફિસીઅલ પરિપત્ર જુઓ
=========================
મીહીતી માટે નીચેના ફોટો લિંક/બેનર પર ક્લિક કરો