શૈક્ષણિક કેલેન્ડર ૨૦૨૨-૨૩
શૌક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે શાળાકીય પ્રવૃત્તિ ક્લેન્ડરની વિગતો આ
સાથે મોકલી આપવામાં આવે છે. જેમાં શૈક્ષણિક સત્રના દિવસે, શાળાકીય પરીક્ષાની તારીખની વિગતો
પરીક્ષાઓ અંગેની સૂચનાઓ, વેકેશનના દિવસો જાહેર રજાની વિગતો તેમજ
ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓની તારીખની વિગતો સામેલ છે. આ તારીખોમાં
સરકારશ્રી ધ્વારા કોઈ ફેરફાર કરવામાં આવે તો તે મુજબ ફેરફાર કરવાની રહેશે.
ઉક્ત વિગતો આપના તાબાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને
જાણ તથા અમલ સારું મોકલી આપશો.
આ
પરિપત્ર અનુસાર ધો. ૧૦-૧૨ની પુરક પરીક્ષા તા: ૧૮-૦૭-૨૦૨૨ થી ૨૨-૦૭-૨૦૨૨ સુધીમાં
યોજાશે. તેમજ ધો. ૯ થી ૧૨ ના તમામ પ્રવાહોની પ્રથમ પરીક્ષા તા: ૧૦-૧૦-૨૦૨૨ થી શરુ
થશે અને દ્વિતીય કસોટી તા: ૨૭-૦૧-૨૦૨૩ થી શરુ થશે.
ધો. ૯
ની પ્રખરતા શોધ કસોટી તા: ૦૭-૦૨-૨૦૨૩ તેમજ બોર્ડ ની પરીક્ષા તા: ૧૪-૦૩-૨૦૨૩ થી શરુ
થશે એમ જણાવવામાં આવ્યું છે. અને શાળાકીય વાર્ષિક પરીક્ષા તા: ૧૦-૦૪-૨૦૨૩ શરુ થશે.