Unit Test Guidance



યુનિટ ટેસ્ટ માર્ગદર્શન
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ધો. ૩ થી ૮માં દર સપ્તાહે એકમ કસોટી લેવાનો નિર્ણય લીધો. છે. આ નિર્ણય પ્રમાણે દર શનિવારે એકમ કસોટી લેવામાં આવશે. આ કસોટી વિદ્યાર્થીઓના ગુણાત્મક સુધારા માટે લેવાનું નક્કી કરાયું છે. રાજ્ય ની તમામ સરકારી પ્રાથમિક સ્કુલોમાં ૨૨ ડિસેમ્બરથી આ એકમ કસોટીનો પ્રારંભ કરવામાં આવશે. એકમ કસોટીને લઇ પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે. જેનું શુક્રવારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે વિમોચન કરવામાં આવ્યુ.  એકમ કસોટીનો લાભ રાજ્યના ૩૮ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને મળશે.
પ્રાથમિક સ્કુલોમાં ધો. ૩ થી ૮ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જેમાં વિદ્યાર્થીઓની જે તે વિષયની સાપ્તાહિક એકમ કસોટી લેવામાં આવશે. આ મૂલ્યાંકન માટે તૈયાર કરવામાં આવેલી એકમ કસોટી પુસ્તિકાનું વિમોચન કરાયું છે. જેના બાદ શિક્ષણ મંત્રીએ ૧.૯૫ લાખ શીક્સકો, ૩૨૦૦ સી.આર.સી., ૨૦૦થી વધુ બી.આર.સી. અને ૨૦૦ થી વધુ કેળવણી નિરીક્ષકો, શાળાના આચાર્યો તથા પ્રત્યેક જીલ્લાના જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સંબોધન કર્યું હતું.
સરકાર દ્વારા જાહેર કરાયેલ અખબારી યાદી જોવા અહી ક્લિક કરો
આ માર્ગદર્શનનો સંપૂર્ણ વિડીઓ જોવા અહી ક્લિક કરો
યુનિટ ટેસ્ટ માટેના લોગો/વોટરમાર્ક વગરના ફૂલ HD ક્વોલીટી પ્રશ્નપત્રો : ડાઉનલોડ કરો
યુનિટ ટેસ્ટ માટેનું ફૂલ HD ક્વોલીટી સમયપત્રક : કાલે અપલોડ થશે.