It's Viraaaaat



વિરાટ કોહલીની વિરાટ સિદ્ધિ
વિરાટ કોહલી માત્ર ક્રિકેટ જ નહી મોડેલીંગ ક્ષેત્રે પણ ઘણો આગળ નીકળી ગયો છે. ભારતીય ટીમના કેપ્ટન બન્યા બાદ વિરાટે ભારતીય ક્રિકેટ ટીમને નંબર 1 બનાવી છે. એની સાથે સાથે ભારતીય બોલરો અશ્વિન અને જાડેજા પણ નંબર 1 બની રહ્યા છે. મોડેલિંગ ક્ષેત્રે હાલમાં જ વિરાટ કોહલીએ જે કોન્ટ્રાક્ટ કર્યો ત્યાર બાદ તે  સચીન અને ધોની કરતા પણ આગળ નીકળી ગયો છે. આ કોન્ટ્રાક્ટના પગલે હવે વિરાટ ની એક દિવસની ફી પાંચ કરોડ થઇ ગઈ છે. જે ભારતીય સેલિબ્રિટીઓમાંં સૌથી વધારે છે. 


Std 9 Pass Fail Policy



ધો. ૯ માં પાસ નાપાસ અંગે
     
     ધો. ૯ માં શાળાકીય સર્વગ્રાહી મુલ્યાંકન દરમિયાન પ્રથમ અને બીજા સત્રમાં FA અને SA પરીક્ષા દરમ્યાન ૩૩% થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીએ જુલાઇના પ્રથમ સપ્તાહ પુન:પરીક્ષા (Retest) લેવાનું બોર્ડની તા: ૩૦-૦૫-૨૦૧૧ની કારોબારી સમિતિના ઠરાવ ક્રમાંક : ૨૩૦/૨૦૧૧ અન્વયે નક્કી કરેલ છે. પુન: પરીક્ષા લેવા છતાં પણ વિદ્યાર્થી સફળ ન થાય તો તેને નવેસરથી ધો. ૯ માં પુન: પ્રવેશ મેળવવાનો રહેશે. 

ધો. ૯માં કોઇ વિદ્યાર્થીને નાપાસ ન કરવો તેવો કોઇ પરીપત્ર સરકારશ્રીએ કરેલ નથી. 

આ બાબતની સ્પષ્ટતા અંગે નો બોર્ડનો ઓફીસિયલ પરીપત્ર જોવા માટે અહિ ક્લિક કરો.

News 01-04-2017



તા: ૦૧-૦૪-૨૦૧૭    //     શનિવાર      //     ચૈત્ર સુદ પંચમી
















Rojgaar 29-03-2017



રોજગાર સમાચાર 


ગુજરાત રાજ્યની હાલની અને આવનાર સરકારી ભરતીઓની સમગ્ર માહિતી આપતુ ગુજરાત સરકારનાં માહિતી ખાતા દ્વારા પ્રકાશિત રોજગારલક્ષી સાપ્તાહિક ડાઉનલોડ કરો...

આ અંકમાં શું વાંચશો? ? ? 

1. નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં વિવિધ ભરતી
2. કરીયર ઓપ્શન : ફેશન કોમ્યુનિકેશન ક્ષેત્રે કારકિર્દીની તકો
3. કેનરા બેંક માં ભરતી
4. ભારતીય હવાઇ દળ માં ભરતી
5. ઓ.એન. જી.સી. માં ભરતીની જાહેરાત

ઉપરાંંત અન્ય જાહેરાત તેમજ સરકારી ભરતીના સમાચાર.......

Download Gujarat Rozgaar Samachar - ૨૯/૦૩/૨૦૧૭

SSC March 2018 Paper Style



માર્ચ ૨૦૧૮ ની પેપર સ્ટાઇલ


ગુ. મા. અને ઉ. મા. શિ. બોર્ડ, ગાંધીનગર દ્વારા જુન ૨૦૧૬ થી ધો. ૯ અને ધો. ૧૧ માં નવો અભ્યાસક્રમ અને નવી પેપર પધ્ધતી દાખલ કરાયા બાદ હવે જુન ૨૦૧૭થી ધો. ૧૦ અને ધો. ૧૨ માં નવો અભ્યાસક્રમ અને નવી પેપર પધ્ધતી અમલમાંં આવનાર છે. આ અંગે બોર્ડ તરફથી સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે માર્ચ ૨૦૧૮માં લેવાનાર ધો. ૧૦ ની SSCની પરીક્ષામાં હમણા છે તે મુજબ ૫૦-૫૦ માર્કસના બે વિભાગ રહેશે જ. પરંતુ હાલમાં પાર્ટ A માં જે ૫૦ માર્ક્સના MCQ પુછાતા હતા તેના બદલે ૫૦ માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો પુછવામાં આવશે. જેના માટે હાલની જેમજ ૬૦ મિનિટ નો સમય આપવામાં આવશે.


બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ઓફિસિયલ પરિપત્ર જોવા માટે અહિ ક્લિક કરો

New Rules From 1st April



૧ એપ્રિલ થી થનારા મહત્વના ફેરફાર

લોકસભામાં ફાઇનાન્સ બિલ પસાર થઇ ગયું છે. નાણા બિલ પસાર થતાં જ વર્ષ ૨૦૧૭-૧૮ની અંદાજપત્રની કવાયત પુરી થઇ ગઇ છે. ૨૦૧૭ના બજેટની કરવેરાની દરખાસ્તો હવે કાયદો બની ગઇ છે. આ સાથે જ. . . 

* ૧ (એક) એપ્રિલથી આવકવેરાનાં નિયમોમાં ૧૦ મહત્વના ફેરફારો અમલી બનશે.
* પાંચ-દશ હજારની નવી નોટો જારી કરવાની યોજના નથી - સરકાર
* આધાર કાર્ડ સાથે નહી જોડાય તો પાન નંબર રદ થઇ જશે
* આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર જોડવાનો રહેશે.
* આધાર કાર્ડ સાથે લિન્ક નહી થયેલા મોબાઇલ નંબર બંધ થઇ જશે
* તમામ નાણાકિય વ્યવહારો માટે યુનિક C-KYC નંબર જનરેટ કરાશે

ઉપરાંત પોઇન્ટ નંબર (૧) માં જે ૧૦ મહત્વના ફેરફારોની વાત કરી છે તે તો અલગ જ.

આ તમામ માહિતી આપતો ન્યુઝ રીપૉર્ટ જોવા માટે નીચેની ફોટો લિન્ક પર ક્લિક કરો:


12 Sci Ans-Key By Board



ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહ ની આન્સર કી
ગુ. મા. અને ઉ. મા. શિ. બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૭ માં લેવાયેલ ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમેસ્ટરની પરીક્ષાની પ્રોવીઝનલ આન્સર કી બોર્ડ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. આ આન્સર કી માં મુખ્ય વિષયોના દરેક પ્રશ્નપત્ર સેટના જવાબો આપવામાં આવ્યા છે. જો કોઇ વ્યકિત ને આ આન્સર કીમાં વાંધા હોય તો બોર્ડને યોગ્ય પુરાવા સાથે વાંધા અરજી કરી શકાય છે. 

આન્સર કી ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો

News 30-03-2017



તા: ૩૦-૦૩-૨૦૧૭    //     ગુરુવાર      //     ચૈત્ર સુદ ત્રીજ












NCERT Books in Std 9



ધો. ૯માં NCERTના પાઠ્યપુસ્તકો

ગુ. મા. અને ઉ.મા. શિ. બોર્ડ દ્વારા અગાઉ માત્ર અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ ૯માં ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા અંગ્રેજી વિષયોમાં NCERT ના પાઠ્યપુસ્તકોનો અમલ કરવા બાબતે જણાવવામાં આવ્યું હતું. તેમાં સુધારો કરી અંગ્રેજી માધ્યમ ઉપરાંત હિન્દી માધ્યમની શાળાઓ પણ ધો. ૯ના ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા અંગ્રેજી વિષયોમાં NCERT ના અભ્યાસક્રમવાળા CBSEના પાઠ્યપુસ્તકોનો અમલ કરી શક્શે. આથી જે શાળાઓ આ યોજનાનો અમલ કરવા ઇચ્છતી હોય તે શાળાઓના સન્મતિ પત્રો મંગાવવામાં આવ્યા છે. 
ગુ. મા. અને ઉ.મા. શિ. બોર્ડ, ગાંધીનગરનો પરિપત્ર જોવા અહિ ક્લિક કરો 

News 29-03-2017



તા: ૨૯-૦૩-૨૦૧૭    //     બુધવાર      //     ચૈત્ર સુદ બીજ