Vacation HW Master



વેકેશન ગૃહકાર્ય
Vacation Homework
 
હાલમાં વિદ્યાર્થીઓને શાળામાં વેકેશન ચાલે છે. સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બંધ છે. સ્થિતિને જોતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને જાળવી રાખવા માટે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવેલ છે. જેમાં વોટ્સએપ અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ધોરણ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે -બુકની સુવિધા આપવામાં આવેલ છે.
પ્રયાસને આગળ વધારતા ધોરણ થી ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને આગળ વધારવા માટે દર અઠવાડિયે બી.આર.સી સી.આર.સી કો-ઓર્ડીનેટર મારફતે Whatsapp સોશિયલ મીડિયાના માધ્યમથી એક "Study From Home" દ્વારા Weekly Learning Material વિદ્યાર્થીઓ માટે વાલીઓને આપવાનું આયોજન છે. જે ચારથી પાંચ અઠવાડિયા સુધી ક્રમિક રીતે બી.આર.સી સી.આર.સી, કો-ઓર્ડીનેટરના માધ્યમથી આપવામાં આવશે. 
જેમાં વિદ્યાર્થીઓને ક્રમિક શનિવાર સુધીમાં અગાઉ આપેલ કાર્ય પૂર્ણ કરશે અને પુનઃ શનિવારે આપવામાં આવેલ સાહિત્યનું કાર્ય એક સપ્તાહમાં પૂર્ણ કરવા જોડાશે માહિતી સાહિત્ય દ્વારા વાલીએ પોતાના બાળક પાસે પોતાના ઘરે રહીને અધ્યાપન કરાવવાનું અને તેમાં જણાવેલ સુચનાઓ મુજબ નો પ્રવૃત્તિ કાર્ય કરવાનું રહેશે. Study From Home અભિયાનને સફળ બનાવવા વિશેષ પ્રયાસ કરવા જણાવવામાં આવે છે. Study From Home અભિયાન અંતર્ગત weekly લર્નિંગ મટિરિયલનો શિક્ષકો અને આચાર્ય દ્વારા સોશિયલ મીડિયા વોટ્સએપ અને ફોન સંપર્કથી વાલીઓ સાથે જોડાઈ વિદ્યાર્થીઓ અધ્યયન કરે તે માટે માર્ગદર્શન આપવાનું રહેશે. શાળાના વિદ્યાર્થીઓ વેકેશનના સમયગાળા દરમિયાન પોતાના શિક્ષણ કાર્યમાં જોડાયેલા રહે તે માટે પ્રયાસ કરવા વિનંતી છે. 

Week-1
Week-2
Week-3
Week-4
Week-5


પોસ્ટ કે વિડીઓ જોવા ફોટો પર ક્લિક કરો